મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના રંગાકુઈ ગામમાં ખેડૂતોના ખેતરમાં આધુનિક ડ્રોન ટેકનોલોજી ના ઉપયોગ થી નેનોયુરિયા ખાતરનો રાયડા ના પાકમાં છટકાવ કરવામાં આવ્યો હતો તેમજ સંયુક્ત ખેતી કચેરીના અધિકારીઓ એ ખેડૂતોને આ ટેકનોલોજી અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પુરી પાડવામાં આવ્યું હતું.

હાલમાં દરેક ક્ષેત્રમાં દિવસેને દિવસે અદ્યતન ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે ખેતી માટે પણ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં દિવસે ને દિવસે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગાકુઈ,સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાપાવાડા ખાતે ખેડૂતોના ખેતરમાં ડ્રોન ટેકનોલોજી મારફતે નેનો યુરિયા ખાતર નો દિવેલા અને રાયડાના પાકમાં છટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ આ ટેકનોલોજી મારફતે ખેડૂતોને ઓછા ખર્ચ અને સમયની બચત સાથે વધુ ઉત્પાદન મળે તેની માહિતી પણ અધિકારીઓ એ આપી હતી ત્યારે ડોન મારફતે ઓર્ગેનિક દવાનો છંટકાવ કરવાના પ્રોજેક્ટનો મહેસાણા જિલ્લામાં થી શુભારંભ કરાયો છે.