ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકના પ્રચારમાં આવેલા ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી જે પી એસ રાઠોરના અધ્યક્ષસ્થાને લુણાવાડા શ્રી એસ કે હાઇસ્કૂલના પટાંગણમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ સહિત અનેક ભાજપના હોદેદારો તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓએ સમાજ વિકાસના સમર્થનમાં છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત લુણાવાડા બેઠક પર ભાજપને સમર્થન આપી જીતાડશે તેમ જણાવ્યું હતું. લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજના અગ્રણીઓનો આભાર વ્યક્ત કરી ભાજપના કમળ નિશાન પર પાંચમી ડિસેમ્બરે વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી.
ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી જે પી એસ રાઠોરના અધ્યક્ષસ્થાને લુણાવાડા શ્રી એસ કે હાઇસ્કૂલના પટાંગણમાં પાટીદાર સમાજનું સંમેલન

