ઘોઘંબા તાલુકાના બાકરોલ તરફ ના માર્ગ ઉપર ઝીંઝરી ગામ પાસે પથ્થરો ના ક્યુબ ભરીને પસાર થતી લાંબી ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત માં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માત બાદ કલાકો પછી પણ આ માર્ગ ઉપર પડેલી ટ્રક અને પથ્થરો હટાવવામાં નહીં આવતા આ સ્થળે કોઈ અજાણ્યો સ્પીડ માં આવી રહેલ વાહન ચાલક અકસ્માત નો ભોગ બને તેવી સ્થિતિ ઉભી થઇ છે.બાકરોલ તરફના વિસ્તાર માંથી પથ્થરોના ક્યુબ ભરી ઘોઘંબા તરફ આવી રહેલી ટ્રક ના ચાલકે ઢાળ ઉપર કાબુ ઘુમાવતા ટ્રક પલટી જવા પામી છે, અકસ્માત માં ડ્રાઇવર ને કોઈ ઇજા થવા પામી ન હતી પરંતુ અકસ્માત બાદ હજી આ રોડ ઉપર પડેલી ટ્રક અને પથ્થરો હટાવવાની કામગીરી કરવામાં ન આવતા વધુ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સવાર ની આ માર્ગ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી નથી. સાઈડ માંથી વાહન વ્યવહાર ચાલુ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તાર ના રસ્તાઓ ઉપર પસાર થતા અજાણ્યા વાહન ચાલકો અહીં વધુ એક અકસ્માત નો ભોગ બને તે પહેલાં માર્ગ ખુલ્લો કરાવાય તે જરૂરી બન્યું છે.