ડીસા(મેરૂજી પ્રજાપતિ)

આજે માગસર સુદ બીજના રોજ પૂજનીય સંતગણની પાવન ઉપસ્થિતિમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની તપોભૂમિ ડીસા ગૌશાળા ખાતે અધતન સુવિધાસભર તૈયાર થયેલ ગૌમાતાઓ માટેના શેડનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય ઉદ્ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

    ડીસા શહેરમાં આવેલી પરમ પૂજ્ય સંત શાસ્ત્રીજી મહારાજની સીતારામ ગૌશાળા ખાતે ગૌમાતાની સહાય માટે અને ગૌ સેવાના લાભાર્થે સીતારામ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા 11 થી 17 માર્ચ સુધી વ્યાસ પીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય શ્રદ્ધા ગોપાલ દીદીના શ્રીમુખેથી ગૌ કથાનું રસપાન ગૌ ભક્તો અને જનતાએ મોટી સંખ્યામાં કર્યું હતું ત્યારે ગૌકથા દરમિયાન ગૌ ભક્તો ગૌસેવકો અને આમ જનતા દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટો ફાળો એકત્ર થયો હતો જેમાંથી તે સમયે ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવાયો હતો કે ગૌમાતાઓ માટે વિશાળ શેડનું આયોજન કરવું. જે અંતર્ગત આજરોજ ડીસાની સીતારામ ગૌશાળા ખાતે પૂજ્ય રામરતનજી મહારાજ, પૂજ્ય યશવંત મહારાજ, પૂજ્ય પરષોત્તમદાસજી મહારાજ અને પૂજ્ય રામસ્વરૂપજી મહારાજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે સૌ પ્રથમ દ્વિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગૌ પૂજન કરી શેડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો મહંતોનુ ગૌ શાળાના ટ્રસ્ટીઓ અને પત્રકાર મિત્રો દ્વારા ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌસેવકો ગૌ ભક્તો અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૌ ભક્તો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી ત્યારબાદ સ્વરુચિ ભોજન લેવામાં આવ્યું હતું ત્યારબાદ જલારામ ભજન સત્સંગ મંડળ દ્વારા સત્સંગ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ગૌશાળા ના ટ્રસ્ટીગણ અને ગૌભક્તો દ્વારા અને માતાઓ બહેનો દ્વારા 

રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભગવાન ભાઈ બંધુ, કનુભાઈ આચાર્ય, શશીકાંતભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર ,આનંદભાઈ ઠકકર ભરતભાઈ ભાવિક, બળદેવભાઇ રાયકા, અજયભાઈ માળી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય સહિત નાની અનામી ગૌશાળાના ટ્રસ્ટીય ગણ તેમજ ગૌશાળાના ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે.કે.ગાય ના મુદ્દે જીવદયા પ્રેમીઓથી અળગારહેતા અને ગાય નું પૂજન કરી ચૂંટણી પ્રારંભ કરતા ગાયના નામે મતમાગનાર મતયાચકો આ કાર્યક્રમ થી અળગા રહેલ.