અર્બન મેટ્રો, રાજકોટ

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજ "ફરાળી પેટીસ માટે નો લોટ" તથા "પારસ દીવાબતી (નોન એડીબલ) (15kg પેક ટીનમાં થી)" ના નમૂના તપાસ બાદ રિપોર્ટમાં મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે તથા Go Fresh" Ice cream Candy  (From 60 ml Packed) નો નમૂનો સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.
 

(૧) શ્રી સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ -(ઉત્પાદન સ્થળ) ખોડિયાર કૃપા, ગીતાનાગર શેરી નં.-૬,   ધર્મજીવન મેઈન રોડ, રાજકોટના ફૂડ બિઝનેસ ઓપરેટર- રાજેશભાઈ અરજણભાઈ સરવૈયા પાસેથી લેવાયેલ ખાધચીજ - "ફરાળી પેટીસ માટે નો લોટ" નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મકાઇની સ્ટાર્ચની હાજરી મળી આવતા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.

(૨) "શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ -પ્લોટ નં. -૧૧-૧૪, ન્યુ સોમનાથ ઇન્ડ. એરિયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ ઉત્પાદક પેઢીના માલિક આસનદાસ જામનદાસ લાલવાણી પાસેથી જાહેર જનતા ગેરમાર્ગે દોરાય તેવી રીતે ખાધ્ય પદાર્થને નોન એડીબલ લેબલ લગાવી વેંચાણ કરતાં "પારસ દીવાબતી (નોન એડીબલ) (15kg પેક ટીનમાં થી) (SEMI LIQUID)"નો નમૂનો લેવામાં આવેલ જે નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફૂડ મટિરિયલ માનવ વપરાશ માટે ન હોય તેવું ડેકલેરેશન, બેચ નંબર, ઉત્પાદક નું પૂરું સરનામું, નુટ્રિશનલ ઇન્ફોર્મેશન, વેજ/નોન વેજ લોગો ફૂડ લાઇસન્સ નંબર તથા લોગો દર્શાવેલ ન હોય  મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.

(૩) રેસકોર્ષ મેદાનમાં આયોજિત લોકમેળોં-૨૦૨૨માં "બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઈસક્રીમ" સ્ટોલ નં. X-૧૩ માં ચેકિંગ દરમિયાન વેચાણ થતાં "Go Fresh" બ્રાંડના વિવિધ પ્રકારના આઈસક્રીમ તથા કેન્ડી પર બેચ નંબર, ઉત્પાદક તારીખ કે MRP જેવી કોઈપણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે આઇસક્રીમ કપ કુલ ૮૦૦ નંગ, કેન્ડી કુલ ૧૦૦૦ નંગ, કોન કુલ ૧૦૦૦ નંગ મળીને આશરે રૂ.૮૦,૦૦૦ કિમતનો જથ્થો સ્થળ પર નાશ કરી ફૂડનો પરવાનો રદ કરેલ તેમજ સ્ટોલ ધારક હિતેશભાઈ પિયુષભાઈ ધોળકીયા પાસેથી લેવાયેલ ખાધચીજ "Go Fresh" Ice cream Candy  (From 60 ml Packed)" નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા ટોટલ સોલીડ્સ નું પ્રમાણ ઓછું હોવાથી તેમજ બેચ નંબર તથા ઉત્પાદનની તારીખ દર્શાવેલ ન હોવાથી સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ છે.