26 નવેમ્બરના દિવસની સમગ્ર ભારતભરમાં બંધારણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેમાં દેશની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ દેશના બંધારણનો સ્વીકાર કર્યો હતો જો કે બે મહિના બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો અમલ શરૂ થયો હતો જેમાં દેશનો દરેક નાગરિક બંધારણના મૂલ્યોથી વાકેફ રહે અને બંધારણના મૂલ્યોને સમજી બંધારણના મૂલ્યોનું જતન કરી શકે તે માટે બંધારણના મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે દેશના સામાજિક ન્યાય મંત્રાલયે 19 મી નવેમ્બર 2015ના રોજ થી 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરતા દર વર્ષે 26મી નવેમ્બરના રોજને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ એટલેકે 26 નવેમ્બર શનિવારના રોજ હાલોલ નગરના પાવાગઢ ખાતે આકાર પામેલ નવી અત્યાધુનિક ન્યાય મંદિર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ,હાલોલ દ્વારા બંધારણ દિવસની ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પી.એ.માલવિયા,તેમજ લીગલ એઇડ ક્લાર્ક દિનેશ પારગી, તથા એડવોકેટ જીજ્ઞા આર.ત્રિવેદી,શોભા દુબે, રૂદ્રેશ ત્રિવેદી, કે.ડી.મલેક,દિનેશ રાઠોડ,હિતેશ પરમાર,ઘનશ્યામ ભાવસાર,જેકી સોની,વૈશાલી સોની,હેમાંગી પટેલ, ફરહિન માલા, સોનુ પ્રજાપતિ,આરતી બારીયા,નવીનભાઈ,નીલ પરમાર વિગેરે તેમજ કોર્ટ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા.