મહેસાણા દૂધ સાગર ડેરીના રૂપિયા 750 કરોડના કથિત કૌભાંડ મામલે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 15 સપ્ટેમ્બર ના રોજ ACBએ ગાંધીનગરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરીની 30 સપ્ટેમ્બરના રોજ મહેસાણાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકતા સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તેથી વિપુલ ચૌધરીને કરેલી જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે 21 ઓક્ટોબરના રોજ નામંજૂર કરી હતી ત્યારબાદ વિપુલ ચૌધરીએ 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના જામીન અરજી મૂકી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુપ્રીમ કોર્ટે જામીન અરજી દાખલ કરીને પ્રથમ 4 નવેમ્બરના રોજ મુદત આપી હતી ત્યારબાદ 11 નવેમ્બરના રોજ મુદત આપી હતી 11 નવેમ્બર ના રોજ ગુજરાત સરકારના વકીલને હાજર રહેવા નોટિસ પાઠવીને આગામી 21 નવેમ્બર રોજ નવી મુદત આપી હતી. જેમાં 21 નવેમ્બર પણ સુનાવણી નહીં થતા 25 નવેમ્બરની મુદત પડી હતી. 25 નવેમ્બરના રોજ બપોર બાદ સુનાવણી શરૂ થતા વિપુલ ચૌધરીના વકીલે બે સપ્તાહનો સમયે માગતા સુપ્રીમ કોર્ટે આગામી 12 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી રાખી છે. તેથી વિપુલ ચૌધરી 12 ડિસેમ્બર સુધી જેલમાંથી મુક્ત થઈ શકે તેમ નથી.