સુરત જિલ્લાની 6 વિધાનસભાઓમાં 38 'સખી મતદાન મથક' તૈયાર કરવામાં આવશે. આ સખી મતદાન મથકોમાં માત્ર મહિલાઓ ચૂંટણીલક્ષી તમામ ફરજ બજાવશે. જેમાં ૧૫૫-ઓલપાડ વિધાનસભાની વાત કરીએ તો ઓલપાડ તાલુકા મથકે મતદાન મથક નં. ૮૮, ૮૯ એમ બે મહિલા મતદાન મથકો, સારોલી ખાતે ૧૭૦, કોસાડ ખાતે ૨૧૩, ઉત્રાણ ખાતે ઉત્રાણ-૨૦ અને ઉત્રાણ-૩૧, મલગામા-૪૩૫ મતદાન મથકો ઉભા કરવામાં આવશે૧૫૬-માંગરોળ તાલુકા મથકે માંગરોળ-૧૭, મોસાલી-૫૧, ગડકચ્છ-૧૬૦, આંબાવાડી-૧૬૧, ઝિનોરા- ૧૬૩, વાંકલ-૧૭૩ મતદાન મથકોનો તૈયાર કરવામં આવશે.

૧૫૭-માંડવી વિધાનસભામાં મતદાન મથક નં. ૧૪૧-વાધનેરા, ૧૫૦-રૂપન, ૧૫૨-પુના, ૧૫૪-ગામતડાવ બુજરંગ, માંડવી-૧૪, તરસાડાબાર-૧૮૭માં સખી મતદાન મથકો બનશે.

૧૫૮-કામરેજ વિધાનસભામાં વિસ્તારમાં વાવ ખાતે વાંવ-૧૩૯ અને વાવ-૧૪૫, જોખા-૧૩૬, કરંજ-૧૨, દેરોડ-૧૯, નવીપારડી-૬ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

૧૬૯-બારડોલી વિધાનસભામાં ૧૧૦-બમરોલી, ૧૦૪-ઉતારા, ૪૪-ધામદોડ-લુભા, પથરાડીયા-૧૧૭, છીત્રા(ખરડ)-૧૨૭, એના-(ઘલુડા, ગોટીયા)-૨૦૭માં મતદાન મથકો તૈયાર થશે.

૧૭૦-મહુવા વિધાનસભા બેઠકમાં મહુવા-૧૪૯, કાની-૧૪૦, કણાઈ-૪૪, વાલોડ-૯૬, દેલવાડા-૧૦૫, નળધારા-૧૭૦ તથા કડિયા-૧૭૩ ખાતે સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.