મહેસાણા શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમી યુગલને પ્રેમના પારખાં કરવા ભારે પડ્યા હતા. પ્રેમીની અન્ય સ્થળે સગાઈ થતા પ્રેમિકાએ પ્રેમીને કેરોસીન છાંટી આગ લગાવી દેવાની ધમકી આપી હતી. તો બીજી તરફ પ્રેમિકાની સગાઈ અન્ય જગ્યાએ થતાં પ્રેમીએ અંગત પળોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. જેથી સમગ્ર મામલો 181 ટીમ પાસે પહોંચતા ટીમે મામલો થાળે પાડ્યો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા શહેરના છેવડા વિસ્તારમાં ગરીબી અને મજબૂરી વચ્ચે જીવન જીવતા એક વૃદ્ધ પોતાની દીકરીને ભણાવીને ઉછેર કરતા હતા. ત્યાં મજૂરી કામ કરવા માટે નાની સાથે જતી આ યુવતીને નજીકમાં રહેતા એક રીક્ષા ચાલક સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે પ્રેમ સંબંધ સમય જતા શારીરિક સંબંધમાં પણ પરિણમ્યો હતો. જે વાતની જાણ યુવતી ની નાનીને થતા પ્રેમી યુગલના સંબંધો તોડી નાખ્યા હતા. બાદમાં રીક્ષા ચાલક યુવકના પરિવારે અન્ય યુવતી સાથે યુવકની સગાઈ કરાવી દીધી હતી. જેની જાણ યુવતીને થતા યુવતીએ પ્રેમીને કેરોસીન છાંટી દેશે તેવી ધમકી આપી હતી અને યુવકની સગાઈ તોડાવી નાખી હતી. જે બાદમાં યુવતીની નાનીએ યુવતીની સગાઈ પોતાના સમાજના એક યુવક સાથે કરી દેતા યુવતીના રીક્ષા ચાલક પ્રેમીઓ પણ યુવતી અને તેના વચ્ચેની અંગત પળોના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
આ ઘટનાને પગલે યુવતીએ મહેસાણા અભિયાનની ટીમનો સંપર્ક કરતા ટીમે બંનેને બોલાવ્યાં હતા. મહેસાણા અભિયમની ટીમ કાઉન્સિલર હેતલ પરમાર અને નીલમ પટેલ દ્વારા સતત ત્રણ દિવસનું કાઉન્સિલિંગ કરી યુવક અને યુવતીને સમજાવી સોશિયલ મીડિયા પરના ફોટો ડીલીટ કરાવી બંને વચ્ચે સમાધાન કરાવતા વિશ્વાસઘાતના કરેલા ખાટા પ્રેમ સંબંધોનો સુખદ અંત આવ્યો હતો. બંને યુવક અને યુવતીને એકબીજાને ક્યારેય ખલેલ નહી પહોંચાડવાની કે કોઈ અદાવત નહીં રાખવાની શરતે છૂટા પાડી નવા જીવનની શરૂઆત કરાવી હતી.