સુરતનાં રાંદેર બસ સ્ટોપની ગલીમાં તાશવાલા બિલ્ડિંગમાં રહેતા 42 વર્ષીય અનીશ આરીફ ઇંગારીયાએ અડાજણ ડેપોમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મરણજનાર અડાજણ ડેપોમાં 3 દુકાનો ભાડે ચલાવતા હતા. જેમાં એક પાનનો ગલ્લો, બીજો સ્નેકસ અને ત્રીજી આઇસ્ક્રીમની દુકાન હતી. અનીશને 3 સંતાનો છે. આર્થિક સંકડામણ કે પછી ભાગીદારીને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જોકે, પરિવાર આ વાતનો ઈનકાર કરી રહી છે. દુકાનમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે પરંતુ હાર્ડ ડિસ્ક મરણજનારે કાઢી નાખી હોવાની વાત તેના કર્મચારીએ પોલીસને જણાવી છે. રાંદેર પોલીસે ડીવીઆર કબજે કરી પૂછપરછ શરૂ કરી છે.