વઢવાણ તાલુકાના ખેડૂતોને નર્મદાના નીર ન મળવાના કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરે નર્મદાના નીર શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. ત્યારે હાલમાં શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોવાના કારણે જ્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે.ત્યારે સરપંચો ભેગા મળી અને તાજેતરમાં જ ખોડું ગામે બેઠક કરવામાં આવી હતી અને જો નર્મદાના પાણી શરૂ કરવામાં ન આવે તો ચૂંટણી બહિષ્કાર કરવા સુધીની તૈયારીઓ પણ બતાવી રહ્યા છે. લેખિતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી અને હાલમાં પાણી પૂરું પાડવા માટે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે નર્મદા કેનાલમાં તાત્કાલિક અસરે પાણી છોડી અને ખેડૂતોને પાણી આપવા માટેની માગણી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં શિયાળુ પાક વાવેતર કરવાનું હોવાના કારણે હાલમાં પાણીની પુરતી જરૂરિયાત ખેડૂતોને જોઈએ છે. ત્યારે ખેડૂતોને સતત પણે પ્રશ્ન મૂંઝવણમાં મૂકી રહ્યો છે કે, શિયાળુ વાવેતર કરવું કે કેમ ? શિયાળુ વાવેતર કરી આપ્યા બાદ જો કેનાલમાં પાણી ન આવે તો વાવેતર કરેલા પાકનું શું ? ત્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને જો પાણી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નર્મદા કેનાલમાંથી નહીં આપવામાં આવે તો ખેડૂતો અને સરપંચો ભેગા મળી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનું જણાવ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं