કતારગામમાં વ્યાજખોરે પોલીસને કોલર પકડીને માર મારી ધમકાવ્યો તમે કતારગામમાં કેમ નોકરી કરો છો એ હું બતાવીશ’ ગોકુળ ગમારાને પોલીસ મથકે આવવા કહેતા ઉશ્કેરાયો તમે કતારગામમાં કેમ નોકરી કરો છો એ હું હવે તમને બતાવીશ, આ દુશ્મની તમને મોંઘી પડશે, ચોવીસ કલાક ભેગા નહિ હોવ, એકલા મળશે ત્યારે જોઇ લઈશ એવી ધમકી પોલીસકર્મીને વ્યાજખોરે આપી હતી. ઉપરથી મને જવા દો નહિ તો આ દવા ખાઈ મરી જઈશ અને તમારા બધાના નામ લખતો જઈશ. આ ઘટનાને પગલે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની વ્યાજખોર સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. અગાઉ 6 મહિના પહેલા આરોપી ગોકુળ ગમારાએ એક યુવક પાસેથી પઠાણી ઉઘરાણી કરતા કતારગામ પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

વ્યાજખોરે ફરી યુવકને રૂપિયાની ઉઘરાણી માટે ધમકી આપી હતી. આથી મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો. યુવકને ધમકી આપવાના મામલે પોલીસ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવતી હતી. જેના કારણે તે ઉશ્કેરાય ગયો અને પોલીસનો કોલર પકડી હુમલો કરી દીધો હતો.