ધાનેરા વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પક્ષમાં કામ કરવાના બદલે વિરુદ્ધમાં કામ કરતાં ભાજપ તેમજ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવાનો સિલસિલો ચાલુ છે.જેમાં ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારને મદદ કરવાના બદલે પક્ષના વિરુદ્ધનું કામ કરતા હોય તેવા કોંગ્રેસના ચાર હોદ્દેદારોને કોંગ્રેસ પક્ષ દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવે છે.જેને લઈને કોંગ્રેસના અન્ય નાના-મોટા હોદ્દેદારો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય તેમના માટે પણ આ હુકમ લાલ બત્તી સમાન સાબિત થયો છે. આ અંગે ધાનેરા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ લોકો પક્ષને મદદ કરવાના બદલે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સાથે રહી પક્ષને નુકસાન કરવાનું કામ કરી રહ્યા હતા.જેથી પક્ષ દ્વારા આ ચારેય લોકોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,આમને કરાયા સસ્પેન્ડ.બળવંતજી બારોટ (જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ) વિનુસિંહ જીવનજી સોલંકી (જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ) મફાભાઈ રબારી (તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ) કૈલાશદાન ગઢવી (જિલ્લા કોંગ્રેસમ મહામંત્રી)