ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આદર્શ આચાર સંહિતાનો અમલ થાય, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાય તથા મતદારોના વિવિધ પ્રશ્નો, સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ થાય તથા વધુ પ્રમાણમાં મતદાન થાય તે હેતુથી ચૂંટણી પંચની સૂચના મુજબ C-vigil App અને જિલ્લા કક્ષાએ ટોલ ફી નંબર ૧૮૦૦૨૩૩૨૭૯૧ કાર્યરત છે.

સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે લોન્ચ કરવામાં આવેલી c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે.