મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના એક ગામમાં ચાર વર્ષ અગાઉ શાળાએ જતી વિદ્યાર્થિની પર તેના જ ભાઈના મિત્ર એ નજર બગાડી શાળાએ જતી વિદ્યાર્થિની પર જબરદસ્તી ઝાડીઓમાં ખેંચી જઈ ત્રણ વખત દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહેસાણા પોકસો કોર્ટ આરોપીને 20 વર્ષની સખદ કેદની સજા ફટકારી જેલ હવાલે ધકેલી દીધો છે

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી પંથકમાં 2 જુલાઈ 2018ના રોજ ભોગ બનનાર વિદ્યાર્થિની સવારે 10 કલાકે પોતાના ઘરેથી શાળાએ જવા ચાલીને નીકળી હતી આ દરમિયાન આરોપીએ વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઈ હાથમાં ઘાલી જબરજસ્તી કરી બાવળની જાળીઓમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ ગુજર્યું હતું તેમજ આરોપી ભોગ બનનાર વિદ્યાર્થિનીના ભાઈનો મિત્ર હોવાથી તેના ઘરે પણ આવતો જતો હોવાથી અવારનવાર હેરાન પરેશાન કરતો હતો.

આ સમગ્ર મામલે જેતે સમયે વિદ્યાર્થિનીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મહેસાણા પોકસો કોર્ટ સૈની સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. તેમજ સરકારી વકીલ સી.બી ચૌધરીએ આ કેસમાં કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી જતી અને કોર્ટ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 8 હજાર રૂપિયા દંડ અને ભોગ બનનારને 6 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.