વઢવાણમાં ગટર અને વરસાદી પાણીનાં નિકાલ માટે નાંખવામાં આવેલી ભૂગર્ભ ગટર અનેક જગ્યાએ સુવિધારૃપ બનવાને બદલે આફતરૃપ બની રહી છે. વઢવાણની જુની જી.આઈ.ડી.સીમાં ભૂગર્ભ ગટરના કામ પછી યોગ્ય બુરાણ ન થતા રસ્તો બેસી જતા ટ્રેકટર ખાડામાં ખૂંચી ગયુ હતુ.આ અંગેની વધુ વિગત એવી છે કે, વઢવાણની જુની જી.આઈ.ડી.સી.ના આંબાવાડી વિસ્તારમાં પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું કામ પુરૃ થયા બાદ તંત્ર દ્વારા રસતાનું આડેધડ બુરાણ કરવામાં આવતા રસ્તો અચાનક બેસી જતા ટ્રેકટર મસમોટા ખાડામાં ખાબકી ફસાઈ ગયુ હતુ અને તંત્રના કામની પોલ ખુલી પડી ગઇ હતી. જે.સી.બી. દ્વારા ટ્રેકટરને માડ માંડ બહાર કાઢવામાં આવ્યુ હતુ. સ્થાનિક લોકો દ્વારા આવી ઘટના બીજીવાર ન બને તે માટે તાત્કાલિક રસતો રીપેર કરવા માંગણી કરવામાં આવી છે.