ઉત્તરાયણ ના પર્વ ને માત્ર ગણતરી કલાકો બાકી છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પર્વ ને સરકાર દ્વારા કેટલાક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શન મોડ માં જોવા મળી રહી છે.ઉત્તરાયણ પર્વ માં ચાઇનીઝ દોરી ન વાપરવા માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. કોઈ દુકાનદાર ચાઇનીઝ દોરી વેચતો પકડાય તો પણ કાયદેસર ની કાર્યવાહી ગુજરાત પોલીસ કરી રહી છે. અને પ્રજા ને પણ જાગૃત કરી રહી છે તેમજ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં શિહોરી પોલીસ મથક ના સ્ટાફ દ્વારા આ ઉત્તરાયણ ના પર્વ માં ચાઇનીઝ દોરી ન વાપરવા માટે ની સલાહ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ આજુબાજુ ના લોકો ને સમજાવવા માટે ની વાત કરી હતી. તેમજ કોઈ ચાઇનીઝ દોરી વેચતો હોય તો પણ પોલીસ ને જાણ કરવા માટે નું કહેવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરી થી કેટલું નુકશાન થાય તે પણ જણાવ્યું હતું. આ પ્રસંગે શિહોરી પોલીસ સ્ટેશન માંથી HC નરોત્તમભાઈ,PC વિષ્ણુભાઈ,PC ખોડુંભા હાજર રહ્યા હતા. તેમજ શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...