ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અવનવા ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્ટેટેસ્ટિક સર્વેલન્સ દ્વારા ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. કારમાંથી કોંગ્રેસનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ભાગવામાં સફળ થઈ ગયો હતો. હવે આ ભાગતા વ્યક્તિનો સીસીટીવી સામે આવ્યો છે. જે પ્રમાણે ઝભ્ભા અને લેંઘામાં ભાગતો વ્યક્તિ કોંગ્રેસના સેક્રેટરી બી. એમ. સંદીપ હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે, કોંગ્રેસ દ્વારા તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીતસરના ગાડી છોડીને ભાગતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વિધાનસભા વિસ્તારની અંદર સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જે શંકાસ્પદ વાહનમાંથી 75 લાખ મળ્યા હતા. તે કોંગ્રેસના હોવાની ચર્ચા હતી. પરંતુ આજે જે પ્રકારના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. તેને લઈને રાજકીય રીતે ભારે ચર્ચા થઈ રહી છે. સીસીટીવીમાં દેખાતો શખ્સ AICCના સેક્રેટરી બી. એમ. સંદીપ છે. તેઓ રીતસરના ગાડી છોડીને ભાગતા હોય તેવા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે.
સુરતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવી ગયો
કોંગ્રેસના AICCના સેક્રેટરી જે રીતે જાણે પોતાનો જીવ બચાવીને ભાગતા હોય તેવા સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યા છે. જે રીતે કારમાં 75 લાખ જેટલી મોટી રકમ ઝડપાઈ હતી. તેને કારણે પોતે ત્યાં હાજર ન હોવાનું પુરવાર કરવા માટે બી. એમ. સંદીપ કાર છોડીને ભાગ્યા હતા. જ્યારે સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા કાર ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે ત્રણ વ્યક્તિઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી બે ઝડપાઈ ગયા હતા અને એક ફરાર થઈ ગયો હતો. ફરાર થઈ ગયેલો વ્યક્તિ બી. એમ. સંદીપ હોવાનું કહેવાઇ રહ્યું છે. સમગ્ર ઘટનાને લીધે સુરતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો આવી ગયો છે.