ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા,
રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર , હેરા ફેરી , વેચાણ અટકાવવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય ,
તથા એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા, અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે .
જે અનુસંઘાને ગૌતમ પરમાર , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાંઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર એન વિરાણી તથા એસ ઓ જી ટીમને,
અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી, યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનો અને માર્ગદર્શન આપેલ હોય .
જે અનુસન્ધાને એસ.ઓ. જી.પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી , તથા એસ.ઓ. જી. ટીમ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ટી.એસ. ચાર્ટર લગત કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનાં કેરાળા ગામના રહીશ નારણ કરશનભાઇ સાંખટ , રહે કેરાળા , તા.જાફરાબાદ , જિ.અમરેલીવાળો.
પોતાના કબ્જા ભોગવટાના વાડીખેતરમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે .
તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે,સદરહુ જગ્યાએ રેઇડ કરતા, એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
આરોપી નારણ કરશનભાઇ સાંખટ , ઉ.વ .૬૬ , રહે . કેરાળા , ડાભી શેરી , તા.જાફરાબાદ , જિ.અમરેલી,
:કબ્જે કરેલ મુદ્દમાલ:
ગેર કાયદેસર પાસ પરમીટ વગર વનસ્પિત જન્ય લીલા ગાંજાના છોડ નંગ -૪૮ કુલ વજન ૧૭ કિલો ૧૩૯ ગ્રામ જેની કિંમત રૂપિયા,.૮૫,૬૯૨/- તથા એક મોબાઇલ ફોન -૧ જેની કિંમત.રૂપિયા,૫૦૦ / - મળી કુલ કિ.રૂ .૮૬,૧૯૨ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
મજકુર ઈસમને વધુ તપાસ અર્થે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .
આમ , અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ,
પોલીસ ઈન્સ્પેક્ટર આર.એન.વિરાણી , તથા એસ.ઓ.જી ટીમ દ્વારા એક ઈસમને કપાસની આડમાં ગાંજાનાં છોડનાં વાવેતર સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.