ખાંભા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર , ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે,

ખાંભા પો.સ્ટે. એ-પાર્ટ નં. ૧૧૧ ૯૩૦ ૨૭૨૩ ૦૧૬૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી

 ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય,

જે ગુન્હો ખાંભા પોલીસ સ્ટેશન ખાતે રજી થયેલ હોય જે ગુન્હાનો આરોપી સાવરકુંડલાનો રહેવાસી હોય,

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ,

આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને ચોકસ બાતમી આધારે ગણતરીના દિવસમાં સાવરકુંડલા ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પો.સ્ટે.ને સોંપવા તજવીજ કરેલ છે. 

પકડાયેલ આરોપીની વિગત

(૧) પ્રવીણભાઈ નારણભાઇ ચુડાસમા ઉ.વ.૨૭, ધંધો.સિલાય કામ, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્પિટલ સામે, નાગનાથ સોસાયટી, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ

 આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.સોની તથા પો.સ.ઈ. આર.એલ.રાઠોડ તથા એ.એસ.આઇ. હિંગળાજસિંહ પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ તથા હ્યુ.પો.કો. જાગુબેન જગદિશભાઇ દ્રારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.