અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા,

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રોહી બુટલેગર ઇસમને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ ધકેલતી અમરેલી પોલીસ

 ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર દ્વારા રેન્જના જિલ્લાઓમાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને

 જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય ,

અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને

અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર - ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા,

અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય , તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને , અને વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ દરમ્યાન તટસ્થ અને નિર્ભયપણે મતદાન થઇ શકે તે માટે,

 પાસા - તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ના પો.ઇન્સ. જે.એન.પરમાર નાઓએ

પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમ શાંતીભાઇ વિક્રમભાઈ બોરીચા , ઉં.વ .૩૫ , રહે.લુવારા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી, વાળા

  વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્ત તૈયાર કરી , પોલીસ અધિક્ષક અમરેલી નાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ , અમરેલી નાઓ તરફ મોકલી આપેલ .

 આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ - વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં ,

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા નાઓએ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં ,

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના મુજબ, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા

 શાંતીભાઈ વિક્રમભાઇ બોરીચા ને પાસા વોરંટની બજવણી કરી , વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે .

દારૂના ધંધાર્થી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચાનો ગુનાહિત ઇતિહાસઃ

 ( ૧ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં

        .૧૧૧૯૩૦૫૩૨૦૦૪૫૬ /

        ૨૦૨૨૦ , આઇ.પી.સી. કલમ

        ૨૧૨ , તથા પ્રોહી . કલમ ૬૬

        ( ૧ ) બી , ૮૫ ( ૧ ) , ૮૬ , ૮૧ ,

        ૮૩ , ૮૪ , ૬૫ ( એ ) , ૬૫ ( એ )

        ( એ ) , તેમજ આર્મ્સ એકટ

        કલમ ૨૫ ( ૧ ) એ , ૨૫ ( ૧ -

       બી ) ( એ ) , ૨૫ ( ૯ ) , ૨૭ ( ૨ )

       અને જી.પી.એકટ કલમ ૧૩૫

       મુજબ .

( ૨ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં.

        ૧૧૧૯૩૦૫૩૨૦૦૪૬૭/૨૦૨૦ ,

        આઇ.પી.સી. કલમ ૨૬૯ , ૨૭૦ ,

        ૧૮૮ , તથા એપેડેમીક ડીસીઝ     

        એકટ ૧૮૯૭ તથા નેશનલ

       ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની

       કલમ ૫૧ ( બી ) મુજબ ,

 ( ૩ ) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે .

         પ્રોહી .ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૪૬૩ / ૨૦૨૨ , પ્રોહી           . કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨            ) મુજબ .

( ૪ ) જેસર પો.સ્ટે . પ્રોહી . ગુ.ર.નં

       .૧૧૧૯૮૦૨૫૨૨૦૩૪૫ / ૨૦૨૨

       પ્રોહી . કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬

      ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ .

આમ , દારૂના ધંધાર્થી અને પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં પ્રોહી . બુટલેગર ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી , જેલ હવાલે કરી , અસામાજિક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.