જૂનાગઢના માંગનાથ રોડ કાપડ બજારમાં અવાર નવાર માથાભારે શખ્સો
દ્વારા દાદાગીરીના અનેક કિસ્સાઓ બની ચુક્યા છે હાલમાં જ વેપારીઓ
આ મુદ્દે મતદાન બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી જે બાદ
સુખરૂપ આ પ્રશ્નનો નિવેડો આવ્યો હતો ત્યારે માંગનાથ રોડ પર એક યુવતિ
વેપારીનું ટેબલ લઇ ડિસ્પ્લેમાંથી સાડી લઇને બિન્દાસ્ત જતી રહી છે. દિન
દહાડે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ મામલે
એ ડિવીઝનમાં ફરિયાદ પણ નોંધાઇ છે. આ અંગે જૂનાગઢ ક્લોથ એન્ડ
રેડીમેઇડ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યું હતું કે,
માંગનાથ રોડ પરની એક દુકાનના ડિસ્પ્લેમાં સાડી લગાવી હતી. દરમિયાન
દિનદહાડે ભરચક્ક ટ્રાફિકમાં એક યુવતિ આવે છે અને દુકાનની પાસે
રાખેલા ડિસ્પ્લેમાં સાડી જુએ છે. અને બિન્દાસ્ત રીતે સાડી લઈને જતી રહે છે.