મહેમદાવાદ વિધાનસભા 117 ચૂંટણીને લઈને ડોર ટુ ડોર પ્રચારને લઈને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જુવાનસિંહ ગાળાભાઈ ચૌહાણ તેમજ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા શત્રુંડા ગામ મા શ્રી સોમનાથ મહાદેવ.. કુંદળ માતાજી તેમજ રામજીમન્દિર અને ખાત્રજ ગામમાં સભાનું આયોજન... ગામલોકો સાથે જનતા જનાર્દને હાજરી આપતા કોંગ્રેસ પક્ષ નો હોસલો બનીયો બુલન્દ......!!!!!
મહેમદાવાદ વિધાનસભા ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જુવાનસિંહ ચૌહાણ તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે મળી ગામે ગામ ડોર ટુ ડોર લોક સંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે શત્રુંડા ગામમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવના મંદિર ખાતે માં કુંદળ માતાની પૂજા અર્ચના અને ફૂલહાર પધરાવી માને વંદન તેમજ નમન કરીને સભાની શરૂઆત કરવામાં આવી હતી.
આ સભામાં જુવાનસિંહ સાથે કોંગ્રેસ પક્ષના સુધાબેન, મોદજના જુવાનસિંહ ચૌહાણ, ચંદ્રશેખર, મનીષભાઈ મોરી, ખાસ મહેમાન હિમાચલ પ્રદેશના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ઓબ્ઝર રાજેશ ધર્માણી સાથે અનેક કાર્યકર્તાઓ સાથે ગામ લોકો હાજર રહ્યા હતા.
એ જ રીતે ખાત્રજ ગામમાં પણ સમી સાંજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ જુવાનસિંહ ચૌહાણનું ફૂલહાર થી સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં પણ ગામ લોકો રામજી મંદિર પાસે એકત્રિત થયા હતા.
જુવાનસિંહ ગાળાભાઈ ચૌહાણ તેમજ રાજેશ ધર્માણી અને કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી, ખેડૂતોને લગતા અનેક મુદ્દાઓ પર પોતાની સરળ ભાષામાં સુંદર વક્તવ્ય આપ્યું હતું અને જો અમારી કોંગ્રેસની સત્તા આવશે તો અમો કોઈ જાતપાતના ભેદભાવ વગર લોકોની સેવા તેમજ વિશેષ કાર્યો કરીને લોકોના વિશ્વાસ ને જીવંત રાખવાની પૂરેપૂરી કોશિશ કરીશું.