તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચુંટણી - ૨૦૨૨ તા .૦૧ / ૧૨ / ૨૦૨૨ તથા તા .૦૫ / ૧૨ / ૨૦૨૨ એમ બે તબક્કામાં યોજાનાર હોય.
અને ભારતીય રાષ્ટ્રીય ચુંટણી પંચ દ્વારા ચુંટણી પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે થાય તથા રાજયના દરેક નાગરીક નિર્ભિતપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવુ સુહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા જરૂરી ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે .
જેની ચુસ્ત અમલવારી કરવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન કરવામાં આવેલ છે .
જે સુચના અનુસાર ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ શાંતિપુર્ણ રીતે યોજાય ,
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારૂ જળવાઇ રહે તે સારૂ જરૂરી તમામ અટકાયતી પગલા લઈ અસામાજિક ઇસમો તથા અસામાજિક પ્રવૃતિ સદંતર ડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન કરવામાં આવેલ .
ચુંટણી અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લેવામાં આવેલ અટકાયતી પગલાની વિગતઃ
અમરેલી જિલ્લા પોલીસ દ્રારા માથાભારે ઈસમો તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા કુલ ૮૦૩૦ ઇસમો સામે
( ૧ ) સી.આર.પી.સી. કલમ ૧૦૭ ,
૧૧૬ મુજબ કુલ – ૨૦૭૦ ( ૨ ) સી.આર.પીસી . કલમ ૧૦૯
મુજબ કુલ – ૪૫૭
( ૩ ) સી.આર.પી.સી. કલમ ૧૧૦
મુજબ કુલ – ૪૯૯૪
( ૪ ) સી.આર.પી.સી. કલમ ૧૫૧
મુજબ કુલ – ૫૦૯ વ્યક્તિ સામે અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે .
તેમજ જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા , હદપારી તથા પ્રોહી ૯૩ મુજબ અટકાયતી પગલા લેવામાં આવેલ છે .
જેમાં ( ૧ ) પાસા – ૮૯ ( ૨ ) હદપારી – ૨૩૮ ( ૩ ) પ્રોહી ૯૩- ૧૦૮૬ મળી કુલ ૧૪૧૩ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે .
અમરેલી જિલ્લાની કુલ ૫ વિધાનસભા બેઠકો : અમરેલી જિલ્લામાં ૯૪ - ધારી , ૯૫ - અમરેલી , ૯૬ - લાઠી , ૯૭ - સાવરકુંડલા , ૯૮ - રાજુલા એમ કુલ પાંચ વિધાનસભા બેઠકોમાં આગામી તા .૦૧ / ૧૨ / ૨૦૨૨ માં ચુંટણી યોજાનાર છે .
અમરેલી જિલ્લામાં CAPF ફાળવવામાં આવેલ છે . જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દ્રારા ફલેગ માર્ચનો રૂટ નકિક કરી પોલીસ સ્ટેશનના અધિકારી / પોલીસ કર્મચારી તથા CAPF સાથે રોજે–રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી ફલેગ માર્ચ કરવામાં આવેલ છે .
તેમજ પાંચેય વિધાનસભા બેઠક મતવિસ્તારના તમામ બુથ બિલ્ડીંગ ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ , હોમગાર્ડ તથા CAPF નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે .
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓના માર્ગદર્શન તેમજ સુચના હેઠળ વિધાનસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨ ની ચુંટણી ભયમુકત અને તટસ્થ રીતે યોજાય તે માટે અમરેલી જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.