તાજેતર માં એક બનાવ બની ગયો 

એક ભાઈ ની પાસે થોડા દિવસો પહેલા એક કોલ આવ્યો હતો. સામેવાળાએ કહ્યું કે પાર્સલ લઈને આવ્યો છું. નીચે ઉભો છું. એ ભાઈ થોડો આશ્ચર્યચકતી થઇ ગયો કારણ કે તેણે તો કંઈ મંગાવ્યું જ નહોતું. તેમ છતાં પણ તે નીચે ગયો. કુરિયર ડીલીવરી બોય એ કહ્યું કે ઓર્ડર આવ્યો છે અને પેમેન્ટ કરવાનું છે. એ ભાઈ એ સ્પષ્ટ મનાઈ કરી દીધી અને કહ્યું કે ઓર્ડર કેન્સલ કરો. ડીલીવરી બોય એ કસ્ટમર કેરમાં ફોન લગાવ્યો અને બાદમાં એ ભાઈ ની વાત કરાવી. કસ્ટમર કેર વાળા એ કહ્યું કે ઓર્ડર કેન્સલ કરવા માટે તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે. તો આ ભોળા ભગત ભાઈ એ કસ્ટમર કેર વાળાને કોલ પર જ OTP કહી દીધો.

ત્યારબાદ ફોન તરત જ ડિલિવરી બોયના હાથમાં ગયો અને થોડી સેકન્ડમાં જ તે ત્યાંથી ચાલ્યો ગયો. ભાઈ ફરી પોતાના રૂમમાં પહોંચે તે પહેલા જ તેમનાં ફોનમાં નોટિફિકેશન રિંગ પણ વાગી. તેમનાં ફોનમાં બેંકમાંથી એક એસએમએસ આવ્યો હતો. ખાતામાં જમા બધા જ પૈસા ક્યાંક બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયાં હતાં. ભોળા ભગત ભાઈ નાં તો હોશ ઉડી ગયા અને તરત જ તેણે તેનું પર્સ ખોલ્યું. એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું તેની પાસે જ હતું પરંતુ તેમ છતાં પણ આવું કેવી રીતે થયું?. એ ભાઈ જ્યારે પોલીસ ની પાસે પહોંચ્યા ત્યારે તેને અહેસાસ થયો કે તે સાયબર છેતરપિંડી ની નવી રીત નો શિકાર બની ગયાં છે.

પોલીસ ના જણાવ્યા અનુસાર લોકો નાં એડ્રેસ પર કુરિયર દ્વારા એક પાર્સલ મોકલવામાં આવે છે, જે તેમણે ક્યારેય પણ ઓર્ડર કર્યો હોતો નથી. સ્પષ્ટ વાત છે કે તે ઓર્ડર લેવાની “ના” પાડી દેશે. બાદમાં ડિલિવરી બોય તે પાર્સલ મોકલવા વાળાને ફોન લગાવશે, જેનો નંબર કસ્ટમર કેરનાં રૂપમાં લેબલ કરેલો હશે. તે વ્યક્તિની ફોન પર વાત કરાવવામાં આવશે અને તેને સમજાવવામાં આવશે કે જો ઓર્ડર તેણે નથી કર્યો તો તે કેન્સલ કરાવી શકે છે. બસ તેનાં માટે મોબાઈલ પર આવેલો OTP બતાવવો પડશે. પીછો છોડાવવા માટે વ્યક્તિ ઉતાવળમાં OTP જણાવી દે છે અને અહીં પર જ તેનાથી ચુક થઈ જાય છે. કોલ પર OTP મળતા જ બીજી તરફ બેસેલો વ્યક્તિ બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.