ભારતીય બહુજન કોંગ્રેસ દ્વારા સુરતની ઉધના વિધાનસભા બેઠક પર ભારતીય બહુજન કોંગ્રેસ નામની પાર્ટી તરફથી બાદશાહખાન પઠાણે ઉમેદવારી નોંધાવી છે.

બાદશાહખાન હાલ તો મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. લોકોને કોંગ્રેસ અને ભાજપ સિવાય વધુ એક મજબૂત વિકલ્પ મળી રહે તે માટે ભારતીય બહુજન કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હોવાનો તેમણે દાવો કર્યો. ભારતીય બહુજન કોંગ્રેસના ઉમેદવાર બાદશાહખાન પઠાણ 50 હજાર વાર્ષિક આવક બાદશાહખાનની વાર્ષિક આવક 50 હજાર રૂપિયાની આસપાસ છે. જેમાંથી અત્યાર સુધીમાં 30 હજાર રૂપિયા ફોર્મ ભરવામાં અને પ્રચાર કરવામાં ખર્ચ કરી દીધા છે. જો ચૂંટણી પ્રચારમાં વધુ ખર્ચો થશે તો મિત્રો મદદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.