રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાળ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, જેમાં તેઓ સૌપ્રથમ બપોરે એક વાગ્યે મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકની સંયુક્ત સભા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે સંબોધશે. ત્યાર બાદ દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભા સંબોધશે.
આ ચૂંટણીમાં 7 બેઠકો પૈકી મુખ્યત્વે વિજાપુર, બહુચરાજી અને ખેરાલુ સહિતની ત્રણ બેઠકો ઉપર ટિકિટ વહેંચણીને લઈ સ્થાનિક સંગઠન અને કાર્યકરોમાં સર્જાયેલા ભારે ડેમેજને કંટ્રોલ કરી સાતેય બેઠકમાં ભાજપના પોતાના સિક્યોર સહિત અન્ય મતોને અંકે કરવા મોદી આજે મહેસાણા એરોડ્રામ ખાતે ચૂંટણી સભા કરવા આવી રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
PM મોદીએ શું કહ્યું ---
મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે
મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે
આ ચૂંટણી હું નથી લડતો, ગુજરાતની ચૂંટણી જનતા લડે છે
જ્યાં જાઉ ત્યાં એક જ નારો સંભળાય છે, ફીર એકબાર મોદી સરકાર
દેશની યુવા પેઢી ભાજપ તરફ વળી રહી છે, તે આંખે પાટા બાધીને નથી વળી, મુલ્યાંકન કરીને વળી છે
કોંગ્રેસનું મોડેલ એટલે અબજો-ખરબોનો ભ્રષ્ટાચાર
કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા, અંદરો અંદર ઝઘડાવ્યા
લોકોને પછાત જ રાખવા એ જ કોંગ્રેસ ઇચ્છે છે
પહેલાં વીજળીની ગામે ગામ સમસ્યા હતી, આજે જોઇ લો તમે ઘરે ઘરે વીજળી છે
અમે એટલા કામ કર્યા છે કે, વિપક્ષ પ્રશ્ન પૂછતાં પણ મુઝાય છે
કોંગ્રેસનું મોડેલ હતું તમે વીજળી માંગો તો તમને ગોળીઓથી વિંધી નાખતા હતા
તમે કનેક્શન માંગો અને કદાચ આપે તોય વચ્ચે ભ્રષ્ટાચાર તો હોય જ
20 વર્ષ પહેલા 55 લાખ વીજળીના કનેક્શન હતા આજે બે કરોડ થયા
20 વર્ષ પહેલાં ગુજરાતમાં ગેસથી પેદા થનારી વીજળી 2 હજાર મેગાવોટ થતી, આજે 4 હજાર મેગાવોટ થાય છે
20 વર્ષ પહેલાં ગુજરાતમાં સૌરઉર્જાનો કોઇ અવકાશ નહોતો, આજે 8000 મેગાવોટ વીજળી સૌરઉર્જાથી ઉત્પન્ન થાય છે
આજે ગુજરાત વિશ્વભરમાં નંબર વન છે, આજે તમે ઘરમાં વીજળી પેદા કરીને વેચી શકો છો
પહેલાં જવાની આવ્યા પછી ઘડપણ આવી જતું, એટલી મજૂરી કરવી પડતી
પાણી મળ્યું તો ખેડૂતોએ મન લગાવીને મહેનત કરી
હવે તમે ઊંઝાનો દાખલો લઇ લો, વિશ્વસ્તરે દેખાઇ રહ્યું છે
આજે ગુજરાતમાં 12 લાખથી વધુ બહેનો પશુપાલનનો વ્યવસાય કરે છે
દુધ ક્ષેત્રે દુનિયામાં ગુજરાતે રેકોર્ડ તોડ્યા
આપણો મહેસાણા જિલ્લો ઘરે ઘરે શિક્ષક હોય, તમે ગમે ત્યાં જાવ શિક્ષક મહેસાણાનો જ હોય
20 વર્ષ પહેલાં મહેસાણાં એન્જિનિયરીંગની 600 સીટ હતી, આજે વધીને 2000થી વધુ થઇ
મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉધોગનું હબ બન્યો
મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે
ઇલેક્ટ્રીક વાહનો આવશે એટલે દુનિયાનું બજાર કબ્જે કરીશું
મહેસાણા જિલ્લો આત્મનિર્ભર બને તે માટે કંઇપણ કરીશું
આ તમારા દીકરાએ મહેસાણાથી આબુ-તારંગાની નવી રેલ લાઇન જોડવાનું કામ કર્યું
ધરોઇ ડેમથી અંબાજી સુધીના આખો પટ્ટો વિકાસનું મોડેલ બન્યો
ગામે ગામથી તમારે કમળ ખીલવાડવાનું છે, તમારો દીકરો તમારી પાસે માંગવા આવ્યો છે
તમારે ઘરે ઘરે જઇને વડિલોને સંદેશો આપવાનો છે, બધાને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઇ આવ્યા હતા અને તમને પ્રમાણ કર્યા છે.