થરા કોલેજ દ્રારા “મતદાનજાગૃતિ “ અંગે મામલતદાર કચેરી શિહોરીમાં “ રંગોળી “ કાર્યક્ર્મ યોજાયો .

       કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા , સંચાલિત શ્રી સેવંતિલાલ અમૃતલાલ સુરાણી વિધાસંકુલ અંતરગર્ત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતી બેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ માંથી તા.22/11/2022 ના રોજ પ્રિ.ડૉ.ડી.એસ.ચારણ સાહેબ ના માર્ગદર્શન હેઠળ વિધાર્થી ભાઈ-બહેનો ને મામલતદાર કચેરી શિહોરી ખાતે મતદાન જાગૃતિ 2022 અંતગર્ત રંગોળી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરા કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો જેમાં મામલતદાર શ્રી. ભરતભાઇ .જે .દરજી નાયબ મામલતદાર શ્રી. જગદીશભાઈ પરમાર, વગેરેએ વિધાર્થીઓમાં મતદાન જાગૃતિ આવે અને દરેક વિધાર્થી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનો મજબુત બનાવવા સહભાગી બને એવું પ્રેરક માર્ગદર્શન પુરું પાડ્યું હતું જે અંતગર્ત “અવસર લોકશાહીનો “ એને અનુરૂપ રંગોળી બનાવી હતી આ સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન થરા કોલેજ ના સંસ્કૃત વિષયના પ્રાધ્યાપિકા શ્રી. ઝીલબેન વી. શાહે કર્યુ હતું .

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ