રાજુલાની ગર્લ્સ હાઇસ્કૂલની મુલાકાત કરતા નવનિયુક્ત પીઆઇ વિજય કોલદરા.

રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી ટી.જે.બી.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નવનિયુક્ત પીઆઇ વિજય કોલાદરા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાનાં આચાર્ય સીમાબેન પંડ્યા દ્વારા પીઆઇનુ સમગ્ર શાળા પરિવાર વતી શાબ્દીક સ્વાગત કર્યું હતું. અને શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીની બહેનોને પીઆઇ વિજય કોલાદરા દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમજ આપી હતી. તેમજ સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવચેત રહેવા માહિતગાર કરાયા. જેમા ફ્રોડ મેસેજ, સ્ક્રીન શેરીંગ એપ, કસ્ટમર કેર નંબર, કોઇપણ અજાણ્યો ફોન આવે તો તમારા એકાઉન્ટ નંબર આપશો નહી તેમજ ડુબલીકેટ સોશિયલ મિડિયા એકાઉન્ટ ફ્રોડ સહિત વિવિધ સાયબર ફ્રોડથી સાવચેત રહેવા માટે વિધાર્થીની બહેનોને પીઆઇ દ્વારા સુંદર રીતે માર્ગદર્શન આપ્યુ હતું. સાથોસાથ ફ્રોડથી સાવચેત રહેવા બહેનોને પોલીસે અપીલ કરી હતી. આ તકે આચાર્ય શીમાબેન પંડયા,શાળાના પી.ડી.ભર્ગા તેમજ શાળા પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો....