પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન નો આરોપી પાવીજેતપુર કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને પોલીસને ધક્કો મારી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતા ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ રમણભાઈ પ્રીહીબિશનમાં ગુનામાં નાસ્તો ફરતો આરોપી એવા સુરમલભાઈ હજારીયાભાઈ રાઠવા ઉર્ફે ભેડીયા રહે. ખેરવાડા તા. સાંઢવા, મધ્યપ્રદેશના આરોપીને પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે આવેલ કોર્ટમાં રજૂ કરવા માટે લાવેલા હતા. સાંજના ૫:૩૦ વાગે આરોપીએ વોશરૂમ જવાની વાત કરતા, હરેશભાઈ તેઓને વોશરૂમ માટે લઈ ગયા હતા ત્યારે અચાનક આરોપી સુરમલભાઈએ પોલીસને ધક્કો મારી પોલીસના જાપ્તામાંથી ભાગી ગયેલ, પોલીસે પીછો કર્યો હોય પરંતુ આરોપી ભાગવામાં સફળ થઈ ગયો હતો. આરોપીની શોધખોળ આરંભવા છતાં આરોપી ન મળતા કરાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ રમણભાઈએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પાવીજેતપુર પીએસઆઇ જેતાવત ચલાવી રહ્યા છે.
આમ, કરાલી પોલીસ સ્ટેશનના ૨૦૨૦ ના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરમલભાઈ રાઠવા ને માંડ માંડ પકડ્યો હોય ત્યારે તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં પોલીસને ધક્કો મારી, ચકમો આપી ભાગી જતા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.