ગીર ગઢડા તેમજ ઉના તાલુકાના ગામોમાં વાડી વિસ્તારમાં માં પી.જી વી.સી એલ.નાં ટી.સી.માંથી ઓઇલ ચોરી થવાના બનાવો સામે આવ્યા હતા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તેથી ખેડૂતો તેમજ પી.જી.વી.સી.એલ .નાં કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં ગીર ગઢડા અને ઉના પંથકમાં ચાલુ લાઈન હોય તો પણ રાત્રીના સમયે પી.જી.વી.સી.એલ.નાં ટ્રન્સફોમ માંથી ૧૧કે.વી સાઈડ નાં નટ બોલ ખોલી ઓઇલ ની ચોરી કરતા ત્રણ આરોપી ને ઉના સર્વલન્સ સ્કોડ એ જડપી પડ્યા

તા.૧૧/૫/૨૩ નાં રોજ નાના સમઢિયાળા ગામની સીમમાંથી ગોકુળ ભાઈ ભીખાભાઈ રણપરિયા ની વાડીના શેઢા પાસે આવેલા . પોલ.નંબર.RBK ૧૧કેવી શાણા ડુંગર એજી/૭૯/૧૩ નાં ટી.સી માંથી રાત્રિના સમયે ઓઇલ ચોરવાનો પ્રયાસ કર્યો હોય પણ ખેડૂતો આવી જતા એક નંબર પ્લેટ વગર નું સિલ્વર કલર નું બાઈક છોડી નાસી છૂટયા હોય

તેની ફરિયાદ પી.જી.વી.સી એલ નાં કર્મચારીએ કરતા ઉના સર્વલન્સ સ્કોડ એ જીતુ નાનજી બાંભણીયા. ઉ.૨૯ રહે ઉમેજ. બાબુ એભલ ગોહિલ ઉ.૩૦ રહે નાંદરખ.તેમજ રાજવીર જશું સોલંકી ઉં.૨૦ રહે ઉમેજ ને પકડી પાડી આઈ.પી.સી.કલમ.૩૭૯.૫૧૧.૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી

પંરતુ જોવાનું એ રહ્યું કે હમણાં ઉના તેમજ ગીર ગઢડા પંથક નાં ચોરીના ગુનાઓ વધવા લાગ્યા છે ત્યારે આ ચોરી નાં ગુન્હામાં સંડોવાયેલા આરોપી ઓ એ અગાઉ પણ કેટલી અને ક્યાં પ્રકારની ચોરીઓ કરેલી છે તેમજ ટી.સી.માંથી ઓઇલ ચોરી કોને વહેંચતા ટી.સી.નું ઓઇલ કેમાં ઉપીયોગ માં લેતા તેમજ ટી.સી.માંથી ઓઇલ ચોરી કરવા નો પ્લાન ક્યાંથી આવ્યો અને ચાલુ લાઈને કઈ રીતે પાવર બંધ કરી ઓઇલ ચોરી કરતા તે બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલો મોટો ચોકાવનારો ખુલાસો બહાર આવે તેવી શક્યતા ઓ દેખાય રહી છે

હવે જોવાનું એ રહ્યું જે યોગ્ય તપાસ કરી સંપૂર્ણ વિગત બહાર લાવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવેશે તેવા લોકોમાં થી સવાલો ઉઠી રહ્યા છે