132 દાહોદ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર કિશનભાઇ પલાસે ગત રાતે પોતાના પ્રચાર અર્થે ગલાલીયાવાડ ખાતે એક મીટીંગનું આયોજન કર્યું હતું...
રિપોર્ટ -રાજ કાપડિયા
9879106469--દાહોદ
જેમાં તેમના સમર્થકો અને કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કિશનભાઇ પલાસને દાહોદની વિધાનસભાની બેઠક પર વિજયી બનાવવા નો સંકલ્પ લીધો હતો. દાહોદ બેઠકના અપક્ષ ઉમેદવાર કિશન પલાસને પોતાના મતવિસ્તારમાં ભારે જન સમર્થન મળી રહ્યું છે અપક્ષ ઉમેદવાર કિશન પલાસને મળી રહેલા આવકાર અને જન સમર્થનથી તેમના હરિફ ઉમેદવારો અને તેઓના સમર્થકોમાં હારનો ડર જોવા મળી રહ્યો છે. દાહોદની આ બેઠક અપક્ષને ફાળે અંકે કરવાના અપક્ષ ઉમેદવાર કિશન પલાસના પ્રયાસો કેવો રંગ લાવશે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલ તો તેઓ પ્રચાર પ્રસારમાં સૌથી આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.