અમરેલી તાલુકાના મોટા માંડવડામાં રહેતી એક આઠ વર્ષની બાળકીને અહીં રહેતો એક શખ્સ
આ આઠ વર્ષીય બાળકી ને માછલી આપવાની લાલચ આપી પોતાના ઘરે લઇ જઇ
તેના પર દુષ્કર્મ ગુજાર્યા બારાની બાળકીના પિતાએ અમરેલી તાલુકા પેાલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે .
બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની આ ઘટના અમરેલી તાલુકાના મોટા માંડવડામાં બની હતી.
અહીં રહેતી આઠ વર્ષીય બાળકીને મોટા માંડવડા ગામમાં જ રહેતો અરવિંદ મુળજી શિરોયા નામનો શખ્સ
તારીખ ૨૦ / ૧૧ના રોજ બપોરના પોણા ચારેક વાગ્યા આસપાસ માછલી આપવાની લાલચ આપી ફોસલાવી તેના ઘરે લઇ ગયો હતો .
આ નરાધમેં બાળકી સાથે જાતીય અડપલાં કર્યાં હતા,અને દુષ્કર્મ ગુજાર્યું હતું .
આ બનાવ બન્યા બાદ બનાવની સઘળી હકીકત બાળકીએ તેમના પરિવારને જણાવતા
બાળકીના પિતાએ આ શખ્સ સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .
બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ પી.બી.લક્કડ ચલાવી રહ્યાં છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.