સોજીત્રા તાલુકાના પલોલ ખાતે વડતાલ સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સભામાં આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી ઠાકોરજીનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. તેઓની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, સોજીત્રા શહેર પ્રમુખશ્રી અલ્કેશભાઇ પટેલ, મહામંત્રીશ્રી જતીનભાઈ પટેલ, સોજીત્રા તાલુકા મહામંત્રીશ્રી બળદેવભાઈ પરમાર, એ.પી.એમ.સી ચેરમેનશ્રી કિશોરભાઈ પટેલ, રૂણજ ગામના સરપંચશ્રી પ્રવીણભાઈ પરમાર, શ્રી શૈલેષભાઈ પટેલ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા.