ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ૩૭૦ની કલમ વર્ષોથી કોંગ્રેસ હટાવી શકતી ન હતી.ભાજપે વોટ બેંકની ચિંતા કર્યા વગર ૩૭૦ કલમ દૂર કરી ભાજપે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી છે.વધુમાં ખંભાત એક વિશ્વ વિખ્યાત બંદર હતું તેમ પણ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ચૂંટણી પૂર્વે લોકોમાં ધારાસભ્ય દેખાતા ન હોવાનો રોષ ફાટી નીકળ્યો હતો.જેને ખાળવા મયુરભાઈ રાવલે જાહેરમાં લોકોની સામે માફી માંગતા જણાવ્યું હતું કે, જે થયું તે ભૂલી જાવો, હવે નવા ટર્મથી હું તમારી પડખે રહીશ.
જાહેરસભા દરમિયાન અમિત શાહ, મયુરભાઈ રાવલ, સંજયભાઈ પટેલ, સહિતના રાજકીય નેતાઓ, સમર્થકો, યુવા મોરચા, મહિલા મોરચાની ટીમ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)