“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
તેના ભાગરૂપે ખેડા પોસ્ટલ ડિવિજન ઓફિસ સ્ટાફ અને નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ સી પરમાર, અધિક્ષક ડાકઘર ખેડા ડિવિઝન, અર્જુનભાઈ એચ ચાવડા, સીનીયર પોસ્ટમાસ્ટર નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, તેમજ ડિવિજન ઓફિસ સ્ટાફ અને નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ આ રેલી માં હાજર રહ્યા હતા. આ રેલી નડિયાદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ કરી અલગ અલગ વિસ્તારમાં પસાર થઇ હતી.
હર્ષદભાઈ સી પરમારના જણાવ્યા પ્રમાણે આ રેલીના આયોજનનો મુખ્ય હેતુ ભારત સરકાર ના “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્ર ભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશપ્રેમ વધે તે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનના ભાગરૂપે ખેડા પોસ્ટલ ડિવિઝન ની દરેક પોસ્ટ ઓફિસ માં ૨૫/- રૂપિયા ના ભાવે રાષ્ટ્રધ્વજનુ વેચાણ ચાલુ કરવામા આવ્યું છે. તેની સાઈઝ ૨૦*૩૦ ઇંચ છે તેમજ આ રાષ્ટ્રધ્વજ ePostOffice દ્વારા ઓનલાઈન પણ ઓર્ડર કરી શકાય છે. અત્યાર સુધી ૩૦૦૦ રાષ્ટ્રધ્વજનું વેચાણ થઇ ચુક્યું છે તેમજ દરેક હેડ પોસ્ટ ઓફીસ અને સબ પોસ્ટ ઓફિસમાં સેલ્ફી બોર્ડની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જેમા દરેક નાગરીક પોતાની ઈચ્છા અનુસાર સેલ્ફી લઈને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે અને સાથે સાથે #indiapost4Tiranga #HargharTiranga #AmiritMahotsav આ હેશટેગનો ઉપયોગ કરી શકશે.