દાહોદ જિલ્લામાં સત્તાની લાલસામાં અંધ બનેલા રાજકીય પક્ષોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આયા રામ ગયા રામની પ્રવૃત્તિ વધુને વધુ વેગીલી બનતા તેની સાથેજ ચૂંટણીના સમીકરણો પણ બદલાતા રહેતા રાજકીય તજજ્ઞોને ચૂંટણીના સમીકરણો માંડવા અઘરા થઈ પડ્યા છે. તેવા સમયે સત્તા ની લાલસામાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનારા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ભુરીયાએ આજે આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે દેવગઢબારિયા બેઠક પરના એનસીપીના ઉમેદવાર ગોપસીહ લવારે આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા દેવગઢબારિયા બેઠક ની ચૂંટણીના સમીકરણો બદલાતા આ બેઠક માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેવાના એંધાણો છે. એનસીપીના ઉમેદવાર ચૂંટણી જંગમાંથી ખસી જતા તેનો સીધે સીધો લાભ ભાજપને કે આમ આદમી પાર્ટીને મળશે તે તો આવનાર સમય જ બતાવશે!!!