ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે સાડા ચાર વર્ષ પુર્વે સરપંચની ચુંટણીમાં એક શખ્સને બિન હરીફ સરપંચ રહેવુ હોય પરંતુ યુવાને તેને સમર્થન ન આપ્યાની દાઝ રાખી શખ્સોએ અવાર નવાર ઝઘડા કરી યુવાન ઉપર હુમલો કરી લાકડી, કુહાડી જેવા હથીયારો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સંદર્ભે સાત શખ્સ સામે ફરીયાદ નોંધાવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે રહેતા હર્ષદભાઈ નાનાભાઈ બાટ્ટીએ તળાજા પોલીસ મથકમાં આજ ગામના ધીરૂ બાપાભાઈ, મધા બાપાભાઈ, વીજદાન બાપાભાઈ, ગીગા બાપાભાઈ, કુલદીપ ગીગાભાઈ, યુવરાજ ગીગાભાઈ, કેસર ઉર્ફે ટીડો રાજવીરભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી કે, અગાઉ ચારેક વર્ષ પહેલા ગામની સરપંચની ચુંટણીમાં વિજદાનભાઈને બીનહરીફ સરપંચ રહેવુ હોય પરંતુ તેઓએ તેને સમર્થન આપેલ ન હોય તે વાતનું મનદુઃખ રાખી ઉક્ત તમામ અવાર નવાર ઝઘડાઓ કરતા હોય જે ઝઘડાની દાઝ રાખી ગઈકાલે તેના દિકરા જયપાલભાઈ માવા લેવા માટે ગામમાં ગયેલ ત્યારે ઈશુભાઈએ આ રોડ તારા પિતાનો નથી. અહીથી ચાલવાનું નહી તેમ કર્યા બાદ ધીરૂ, વિજદાન, બાપાભાઈ અને ગીગા ચારેય ભાઈઓએ તેના ઘરે આવી લાકડી, કુહાડી જેવા હથીયારો ધારણ કરી તમામે તેના પર હુમલો કરી લાકડી, પાઈપ અને કુહાડીની મુંધરાટીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. બાદ કુલદીપ, યુવરાજ અને ટીડાએ આવી આડેધડ લાકડીના ઘા ફટકારી જો આ બનાવ અંગે કોઈ પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. દરમિયાન તેઓને ઈજાગ્રસ્ત હાલતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.