સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે લોરેન્સિયન યુનિવર્સિટીના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ, સેનેટ, રજીસ્ટ્રાર એન્ડ સેક્રેટરી ડો. સેર્જ ડિમર્સ અને એસોસીએટ પ્રોફેસર તેમજ ઇન્ટરનેશનલ ઓફિસ ડિપાર્ટમેન્ટના ડો. ક્રિષ્ના ચેલાગુલ્લા ઉપસ્થિત રહ્યા હતા. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને લોરેન્સિયન યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ, રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ, કોલોબ્રેટિવ પ્રોજેક્ટ, સ્ટુડન્ટ મોબિલિટી પ્રોગ્રામ જેવા વિવિધ ઇન્ટર યુનિવર્સિટી કોલોબ્રેટિવ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ ચર્ચા કરવામાં આવી હતી.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને લોરેન્સિયન યુનિવર્સિટી આ બંને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી થાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ કેમ્પસની મુલાકાત લઈ આગામી સમયમાં બંને યુનિવર્સિટી વચ્ચે એન્જિનિયરિંગ અને ફાર્મસી કોર્સિસને મદદરૂપ થાય તેવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટીના પ્રેસિડન્ટ પ્રકાશ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ચાલતી વિવિધ ફેકલ્ટી અને તેમના ટીચિંગ લર્નિંગ મોડયુલ્સ, રિસર્ચ ઇનોવેશનન સેન્ટર તથા સ્ટાર્ટઅપ પોલીસી ઉપર પોતાના અભિપ્રાય રજૂ કર્યાં હતાં.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ દ્વારા ભવિષ્યમાં ઈજનેરી અને ફાર્મસી કોર્ષમાં વિદ્યાર્થી અને સ્ટુડન્ટ એક્સચેન્જ માટે જરૂરી મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. લોરેન્સીયન યુનિવર્સિટી, કેનેડાના ડેલિગેટ્સ દ્વારા સ્ટુડન્ટ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવેલુ હતું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશમાં કારકિર્દી અંગે માર્ગદર્શક પ્રશ્નોનું સમાધાન સચોટ રૂપે થઈ શક્યું હતું. આયોજિત કાર્યક્રમની સફળતા માટે ફેકલ્ટી ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલૉજી, ફેકલ્ટી ઓફ ફાર્મસી, એક્સટર્નલ અફેર્સ ડિપાર્ટમેન્ટના એસોસિયેટ ડીન ડો. શૈલેષ કે. પટેલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફેકલ્ટીના આસી. પ્રોફેસર અંકુર ગોસ્વામીને પ્રેસિડન્ટ પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી.જે.શાહ, રજીસ્ટ્રાર ડો. પી.કે.પાંડે અને યુનિવર્સિટી પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.