ધારી-૯૪ વિધાનસભા મત વિસ્તાર ના દરેક મતદારોને મુંજવતા અનેક વણ ઉકેલ પ્રશ્નો ની વાત કરીએ તો ધારીની સિવિલ હોસ્પિટલ, ફાયરફાયટર, શબવાહીની, રેલ્વે ગરનાળુ, નગરપાલિકા આ પાંચ મુદ્દા ઓ એવા છેકે મોટાભાગે ગરીબો અને મધ્યમ વર્ગને સ્પર્શ કરે છે. સિવિલ હોસ્પિટલમાં કોઈ અમીર ધનાઢ્ય સારવાર માટે નથી આવતા ખખડધજ બની ગયેલ સિવિલ હોસ્પિટલમાં માત્ર ગરીબ અને મધ્યમવર્ગીય પરીવાર સારવાર માટે આવે છે. કોઈપણ અકસ્માત સમયે કોઈનુ મોત થાય છે તો હોસ્પિટલ થી ધરસુધી લાશ પહોચાડવા માટે શબવાહીની નથી જેના કારણે.છકડો રીક્ષા માં મૈયત લય જવાય છે. છેલ્લા ત્રણ વરસ દરમિયાન ધારી શહેરમાં આગની ત્રણ મોટી ધટનાઓ સર્જાય હતી ત્યારે અન્ય શહેરમાં થી ફાયરફાયટર આવેલ , ધારી શહેર તાલુકા મથક હોવાછતાં ગ્રામ પંચાયત આવેલ છે જયારે નગરપાલિકા કરવામાં આવેતો આસપાસના પરા વિસ્તારમાં પણ શામેલ કરી શકાય છે .વિધાનસભા ૨૦૨૨ ના મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નો.અન્યાય ની સામે ધારી ૯૪ ની જનતા મતદાન કરે તો નવાઈ નહી