અમરેલીના તરવડા ખાતે ડ્રોન ટેક્નોલોજી ઉપયોગથી છંટકાવની સેવા યોજના અંતર્ગત લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન

ડ્રોન ટેકનોલોજી થકી કૃષિ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે

અમરેલી તા.૪ ઓગસ્ટ, ૨૦૨૨ (ગુરુવાર) તા.૫ ઓગસ્ટ, ૨૦૨૨ને શુક્રવારના રોજ

અમરેલીના તરવડા ખાતે રાજ્ય સરકારની કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા યોજના અંતર્ગત એક લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન શ્રીનાથજી ફાર્મ, ગોરધનભાઈ લાખાણીની વાડી, તરવડા ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડ્રોન મારફત છંટકાવની પદ્ધતિ વિષયક માહિતી પ્રાપ્ત થઇ શકશે. ડ્રોન ટેકનોલોજી થકી કૃષિ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે વધુમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે રીતે ઉપયોગી થશે. બહોળી સંખ્યામાં ખેડૂતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી