લીમખેડા તાલુકાના જેતપુર ગામે મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે રાખેલા અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ કરિયાણાનું સામાન મળી 15 હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.લીમખેડા તાલુકાના જેતપુર ગામે મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે રાખેલા અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ કરિયાણાનું સામાન મળી 15 હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.ગત તારીખ 13.11.2022 લીમખેડા તાલુકાના જેતપુર ગામે રાત્રિના અંધારામાં ચોરીના ઇરાદે આવેલા અજાણ્યા તસ્કરોએ ગામના વાકડી ફળીયાના રહેવાસી લાલુભાઈ કળુભાઈ વકડીયા ઘર ને નિશાન બનાવ્યું હતું. ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં મુકેલા 500 રૂપિયા કિંમતની એક નંગ સોનાની જડ, ₹1,1000 કિંમત ની ચાંદીની કડી, 4500 રૂપિયાના મોબાઇલ ફોન તેમજ દુકાનમાં મૂકી રાખેલા 2000 રૂપિયાનું કરિયાણું તેમજ રોકડ રકમ મળી કુલ ૧૫ હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો રાત્રિના અંધારામાં ફરાર થઈ ગયા હતા.આ બનાવ સંદર્ભે જેતપુર તાલુકાના વાંકડી ફળિયાના રહેવાસી લાલુભાઈ કાળુભાઈ વડકીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.લીમખેડા તાલુકાના જેતપુર ગામે મધરાતે ચોરીના મક્કમ ઈરાદા સાથે રાખેલા અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ કરિયાણાનું સામાન મળી 15 હજાર ઉપરાંતના મુદ્દા માલ પર હાથફેરો કરી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.