સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ અને તાલીમ યોજવામાં આવી સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ ખાતે ફાયર અંગેની મોકડ્રીલ અને તાલીમ યોજવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જાહેર સંસ્થા, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિતના વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા જીવંત નિદર્શનનું જન જાગૃતિ સાથે આયોજન કરવામાં આવે છે. સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલમાં ફાયર વિશેની બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આગ ના લાગે તેના માટે કઈ-કઈ વાતની તકેદારી રાખવી અને જો કોઈ કારણોસર અચાનક આગ લાગે તો શું પગલાં ભરવાં તેની માહિતી સિહોર નગરપાલિકાના ફાયર ઓફિસરશ્રી કૌશિકભાઇ રાજ્યગુરુ અને ફાયરમેનશ્રી ધર્મેન્દ્રભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી હતી. આ સાથે ફાયર એક્સટિંગ્વીશરનો ઇમરજન્સી સમયે કેવી રીતે ઉપયોગ કરવો, ફાયર ઇમરજન્સી જે પેનલ લગાડેલ છે તેનો ઉપયોગ કેમ થાય છે, વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ મોકડ્રીલ અને ટ્રેનિંગ અને તાલીમ દરમિયાન હોસ્પિટલના ડો. સિધ્ધાર્થભાઇ ગોસાઈ, ડૉ. શૈલેષભાઈ પરમાર તેમજ હોસ્પિટલના વહીવટકર્તાશ્રી રમેશભાઈ આલ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી આગ અકસ્માત અને તેના બચાવ અને રાહત કામગીરીથી માહિતગાર થયાં હતાં.