ખંભાત પોલીસે દેશીદારૂની બદીઓ ડામવા પ્રોહીબિશયન એક્ટ સ્ટ્રાઈક ચલાવી છે.ખંભાત પોલીસ જવાનો શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વિદેશી દારૂ તેમજ દેશીદારૂ વેચતા ઈસમોને ઝડપી પાડી તેઓની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.એટલું જ નહીં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનોએ બાતમીને આધારે દારૂની બદીઓ પર દારૂ ગાળતા વોશ, ગોળ સહિતની સાધન સામગ્રી કબ્જે કરી સરહાનીય કામગીરી કરી છે.
ખંભાતના નારેશ્વર તળાવ પાસે આવેલી ઝુંપડીમાંથી મંગુબેન નારણભાઈ વાઘરીને ૨૦ લીટર દેશીદારૂ ગાળવાના વૉશ સાથે ઝડપી છે.જ્યારે લાલ દરવાજા વાઘરીવાડ વિસ્તારમાંથી ઘનશ્યામ રમણભાઈ વાલ્મીકને ૫૦ લીટર દેશીદારૂ ગાળવાના ગોળ મણીમસાલાનો વોશ પ્રવાહી સાથે ઝડપી પાડ્યો છે.નંદાબેન ગોવિંદભાઈ વસંતભાઈ વાઘરીને ૨૦ લીટર દેશીદારૂ બનાવવાનો ૨૦ લીટર વોશ કબ્જે કરી ત્રણેય ઈસમોની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.