ડીસા (મેરૂજી પ્રજાપતિ)સ્વ. જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીના આશિર્વાદ ફળી રહ્યાછે. ૧૪૦૦ એક જેટલા ઘેટા બકરાને ના.કોર્ટ દ્વારા વચગાળા ના સ્ટેજે જીવનદાન આપી રક્ષણ આપતા જીવદયા પ્રેમી ઓ માં ખુશી ની લહેર વ્યાપી જવા પામેલ.  

   સને ૨૦૨૦ ની સાલમાં રાજપુર ડીસા પાંજરાપોળના ફંડ માટે વાહનમાં જતા આકસ્મિક અકસ્માત થતાં ભરતભાઈ, વિમલભાઈ અને રાકેશભાઈ એ તેમના જીવ ગુમાવ્યા હતાં. આ ત્રીપુટી એ જગાવેલ જીવદયાની આહલેક વિશ્વવ્યાપી બની રહી છે. જીવો પ્રત્યેની કરૂણા માટે વિશ્વના પર્યાવરણ વાદીઓ સતત સક્રિય છે.

ત્યારે તાજેતરમાં કાર્યકરોની સુઝ અને સુચનથી પાલનપુર પોલીસે એફ.આઈ.આર. નં. ૦૭૭૯/૨૦૨૨ થી કેટલાક આરોપીઓ સામે, ધી પ્રિવેન્સ ઓફ ક્રુ અલ્ટી ટુ એનીમલ એકટ ની કલમ ૧૧ ધ, ચ, ડ તથા ઈ.પી.કો.કલમ ૪૨૯ અન્વયે ગુનો નોંધી આશરે ૧૪૦૧ જેટલા ઘેટા બકરા ડીસાની જલારામ ગૌ શાળાના લાલન –પાલન તળે સાચવવા માટે મુકેલ હતા. તે તમામ જીવોની સારી રીતે સાચવણી થાય અને ઘેટા બકરાને જરુરી ખોરાક, પાણી અને મેડીકલ સુવિધા મળી રહે તે માટે,રાજપુર – ડીસા પાંજરાપોળના તમામ કાર્યકરો અને ડો.શ્રી ઓની ટીમ ખડેપગે કામ કરી રહી છે. સદરે ઘેટા બકરા વચગાળાના સ્ટેજે કતલખાના કે વેપાર માટે પરત મેળવવા મુંબઈના બકરા ઘેટાના વેપારીઓએ મુંબઈના એડવોકેટ સુજાતા એમ. કામ્બલેએ મારફતે પાલનપુરના મહે. ચીફ જયુડી. મેજી. શ્રી એલ. ડી. વાધ ની કોર્ટમાં વિગતસર અરજીઓ કરેલી અને સતત સુનાવણી કરેલ હતી.પરંતુ ના. કોર્ટે વચગાળાના સ્ટેજે તમામ ઘેટા બકરાઓને જીવનદાન આપી રક્ષણ આપેલ છે. અને પ્રથમ દર્શનીય રીતે ક્રુરતા હોઈ તમામ જીવો સંસ્થાના લાલન – પાલન તળે ચાલુ રાખેલ છે.આ કેશમાં જીવદયાની સંસ્થાઓ માટે સમગ્ર ગુજરાતમાં સક્રિય રહેતા એડવોકેટ શ્રી જી.કે, પોપટ તથા કિશોરભાઈ દવે અને હીનાબેન ઠકક૨ે ભારે જહેમત ઉઠાવી છે.તમામ ઘેટા બકરાઓને હાલના તબકકે સંસ્થામાં સાચવણી તળે રાખવાનો નામદાર ચીફ જજશ્રી એલ.ડી.વાધ શ્રી એ તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ હુકમ ફરમાવેલ છે. સરકારશ્રી તરફે એ.પી.પી.શ્રી બી.ડી.ઝાલા હાજર રહયા હતાં. બનાસકાંઠાના જીવદયા પ્રેમી અને રાજપુર – ડીસા પાંજરાપોળના કાર્યકરો રમેશભાઈ જેઠવા, મથુરભાઈ ચોકસી, રાહુંલ જૈન, સેંધાભાઈ રબારી, લાલજી દેસાઈ ચૈતન્ય રાણા, ચૈતન્ય શાહ, મનુભા, દિનેશભાઈ ઠાકોર, ભાવિકભાઈ શાહ વિગેરે સતત ગેરકાયદેસર કતલ માટે વહન થતા જીવોને બચાવે છે. અને સ્વ.ભરતભાઈકોઠારી વિગેરેના સ્વર્ગવાસ પછી હજારો જીવો જીવદયા પ્રેમી કાર્યકરોએ પોતાના જીવને મેદાનમાં મુકીને બચાવ્યા છે.