ગઈ તા.31/5/2022ના રોજ સવારના 11/00 વાગ્યાના અરસામાં વઢવાણ શિયાણીની પોળ, સતવારા પરા, વઢવાણ ખાતેથી આરોપી રમેશ જસમતભાઈ પરમાર જાતે સતવારા રહે. વઢવાણ, શિયાણીની પોળ બહાર વાળો ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે અંગે વઢવાણ માં ગુન્હો રજી કરેલ.જે ગુન્હાના આરોપી ભોગબનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ત્રિવેદી દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સાઈબર સેલની અલગ અલગ ટીમો બનાવી, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ત્રિવેદીનાઓએ એ.એચ.ટી.યુ.ની ટીમો બનાવી તપાસમાં મોકલતા તપાસ ટીમ દ્વારા અમદાવાદ, વાસણા કાતે તપાસ હાથ ધરી ભોગ બનનાર સગીરાને આરોપી રમેશભાઈ જસમતભાઈ પરમાર જાતે દલવાડી ઉ.વ.26 રહે. વઢવાણ, શિયાણીની પોળ બહાર, સતવારા પરા હાલ રહે. અમદાવાદ, વાસણા વાળા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઈ. સુરેન્દ્રનગર નાઓને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ત્રિવેદી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર વી.આર. જાડેજા, તતા સાઈબર સેલના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ. નાયર તથા એ.એસ.આઈ. ઋતુરાજસિંહ નારસંગભા તથા ભુપેન્દ્રભાઈ જીણાભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્ર્વિનભાઈ ઠારણભાઈ તથા સાઈબર સેલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આસીફભાઈ અફઝલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈ તથા શિવમભાઈ વિનોદભાઈ તથા અનિરુધ્ધસિંહ ભરતસિંહએ રીતેની ટીમ દ્વારા સગીરાને ભગાડી છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢવામાં આવેલ છે.