પાટણના સમસ્ત સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાઈ..
માતાજીની વર્ષગાંઠને અનુલક્ષીને ભવ્ય પાલખીયાત્રા,હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા..
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ પાટણના ધારાસભ્ય સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા..
પાટણ તા.૪
પાટણ શહેરમાં વસતા સમસ્ત સ્વામિ પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાજીની શ્રાવણ સુદ સાતમને ગુરુવારના પવિત્ર દિવસે વર્ષગાંઠ પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
સમસ્ત સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠની ઉજવણી ના ઉપ્લક્ષમાં માતાજીની ભવ્યાથી ભવ્ય પાલખીયાત્રા શહેરના મોટી ભાટીયાવાડ વિસ્તારમાં રહેતા યજમાન પરિવાર સ્વર્ગસ્થ જેસંગભાઈ ધુડાભાઈ સ્વામી પરિવારના રાકેશભાઈ શાંતિભાઈ સ્વામી વિરકૃપા મંડપ વાળાના નિવાસ્થાનેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રસ્થાન પામી હતી.
માતાજીની પાલખી ના પ્રસ્થાન સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, જીતુભાઈ સી.પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં સમસ્ત સ્વામી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
કુળદેવી શ્રી સમોળા માતાજી
ની પાલખી યાત્રા કળશધારી કુવાસીયો સાથે યજમાન પરિવારના નિવાસસ્થાનેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી જૂના ગંજ બજાર, નીલમ સિનેમા, બુકડી, મીરા દરવાજા થઈને શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસર ખાતે પહોંચતા માતાજીની પાલખીયાત્રાનું સમસ્ત સ્વામી પરિવાર દ્વારા ભવ્યાતિ ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું.
કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ નિમિત્તે શ્રી પદમનાભ મંદિર પરિસર ખાતે આયોજિત હવન યજ્ઞના યજમાન પદે કનુભાઈ બળવંતભાઈ સ્વામી ટીંબાવાસ પરિવારે લ્હાવો લીધો હતો. જ્યારે યજ્ઞની મંત્રોચ્ચાર વિધિ સમાજના નાતગોર જયેશભાઈ પંડયા ની આગેવાની હેઠળ વિદ્વવાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી.
પાટણ ખાતે વસતા સમસ્ત સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ પવૅની ઉજવણી નિમિત્તે આયોજિત વિવિધ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામી, શાંતિભાઈ સ્વામી,કમલેશ સ્વામી, રાજેશભાઈ સ્વામી (ખન્નાભાઈ), કલ્પેશ સ્વામી, મણીલાલ સ્વામી, કનુભાઈ સ્વામી (ઝવેરી), મંત્રી નિલેશ સ્વામી સહિત પરિવાર કમિટી નાં સભ્યો અને મોટી સંખ્યામાં સમસ્ત સ્વામી પરિવારે ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ લાભ લઇ સફળ બનાવ્યો હતો.