રોડ રસ્તાઓ ની બિસ્માત હાલત, અંબાજી ના રબારી વાસ મા ખરાબ રોડ ના કારણે ફસાયું પાણી નું ટેકર , દુર્ઘટના ટલી
સ્વચ્છ સુંદર ની છવિ ધરાવતું માં જગતજનની અંબા નું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. તો લાખો શ્રદ્ધાળુઓ માં અંબા ના ધામે આવી પવિત્ર યાત્રાધામ અંબાજી માતાજીની આરાધના કરતા હોય છે .પણ યાત્રાધામ અંબાજીમાં રહેતા રહીશો ને પાયાની સુવિધાઓ ને લઈને ખુબજ મુશ્કિલી નો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીના રહેઠાણ વિસ્તારોમાં અનેકો રોડ રસ્તાઓ ટુટેલા અને ગટરો ની સમસ્યાઓ થી ખૂબ જ પરેશાની નો સામનો કરી રહ્યા છે .અંબાજીના રબારીવાસમાં રોડ રસ્તાઓ ની હાલત ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો અંબાજીના રબારીવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈપણ પગલાં લેવા કે તેમની રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ને દુરૂસ્ત કરવા માટે તૈયાર નથી. અંબાજીના રબારીવાસમાં એક મોટી દુર્ઘટના હોવાથી ટલી હતી. અંબાજી ના રબારીવાસમાં પાણીના ટેન્કર આવતા પાણીના ટેન્કર રોડ વચ્ચે ઘસાઈ જતા ટેન્કર અને ટેન્કર ચાલક નો જીવ જોખમી બની ગયો હતો. રબારી વાસમાં તૂટેલા રોડ રસ્તાઓ ની હાલતને જોઈ કોઈપણ યાત્રાધામ અંબાજી સ્વચ્છ સુંદર ની છવિ ને કલંકિત કરતું હોય તેવા દર્શ્યો જોવા મળી રહ્યા છે. તો તેના સામે તંત્ર કોઈ પણ કામગીરી ના કરી આંખ બંધ કરી બેઠું છે.