સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા દ્વારા "સ્વિપ" અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
બાળકો પાસે સંકલ્પ પત્ર ભરાવ્યા
ચૂંટણી મતદાન જાગૃતિ માટેના સ્વીપ નોડલ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના બાળકોને તેમના વાલીઓ મતદાન કરે તેના માટે સંકલ્પ પત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ સંકલ્પ પત્રમાં પોતાની સહી કરીને પોતે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા આવશ્ય જશે તેઓ સંકલ્પ કરે છે. ઘણા ખરા વાલીઓ શાળાઓમાં હાજર રહીને પણ અધિકારીઓની હાજરીમાં સંકલ્પ લીધો હતો. તેઓ ચૂંટણીમાં મતદાન કરવા જશે. તેમની આસપાસના લોકોને પણ મતદાન જાગૃતિ માટે માહિતગાર કરશે અને તેમને પણ મતદાન કરવા માટે આગળ લાવશે.
સ્વિપ કાર્યક્રમ થકી જાગૃતિ
સુરત શહેર અને જિલ્લામાંની 194 ગ્રાન્ટેડ શાળાઓ, 800 સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, 938 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ કરવા ૫ લાખ સંકલ્પ પત્રો અપાયા હતા. જેમાં વાલી દ્વારા સંકલ્પબદ્ધ થઈ અને સહી કરીને શાળામાં પરત કર્યાં તે મુજબ પાંચ લાખ વાલીઓએ મતદાન કરવા મક્કમતા વ્યક્ત કરી હતી. તે મુજબ શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી 5 લાખ વાલીઓમાં પહેલાં મતદાન પછી બીજું કામની જાગૃતિ કેળવવામાં પ્રયાસ થયો છે.