મહુધા વિધાનસભાનાં ભાજપા ઉમેદવાર સંજયસિંહ મહિડા દ્વારા મહુધા શહેર ખાતે ડી.જે.સાથે ભવ્યાતિભવ્ય ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર.

મહુધા 118 - વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ મહિડા દ્વારા મહુધા શહેર ખાતે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર અર્થે જન સંપર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમા મહુધા શહેર ખાતે ડી.જે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો . મહુધા શહેર ના નવાપુરા.તળપદા વાસ.બહુચરા માતાજી.અંબામાતાજી.બજાર વિસ્તાર.ફીણાવ ભાગોળ.આઝાદ ચોક.સરદાર પોળ.કાછીયા વાડ. મહાદેવ ચોક., વિસ્તારોમાં સંજયસિંહ મહિડા નું ભવ્યાતિભવ્ય ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે ખેડા જિલ્લા ભાજપા મહામંત્રી નટુભાઈ સોઢા , મહુધા શહેર પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ. કારોબારી સભ્યશ્રી સુનિલભાઈ વાઘેલા. ઍડવોકેટ પ્રવિણભાઇ શર્મા.હર્ષ બ્રહ્મભટ્ટ .માધુભાઈ રબારી. રાજનભાઈ દેસાઈ.પરેશભાઈ કાછીયા પટેલ.તેમજ મહુધા તાલુકાના આગેવાનો તથા કાયૅકતાઓ અને મહુધા શહેર તથા તાલુકાના નાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Reporter :  Talpada bharat bhai

Mobail no : 8849117444